'બધુજ મને મંજુર છે' badhuj mane Poem by Mehta Hasmukh Amathaal

'બધુજ મને મંજુર છે' badhuj mane

Rating: 5.0


'બધુજ મને મંજુર છે'

તમારી પ્રેમભરી વાતો નો અર્થ હું સમજવા ની કોશિષ કરી રહ્યો
એના ગહન મર્મ નો અર્થ પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો
તમારા નયનો જ એવા અદભુત હતા કે હું એમાં ગરકાવ થઇ ગયો
વાંચવાનું તો દુર પણ નીરખતા નીરખતા જ ભાવવિભોર થઇ ગયો

ના કહું તો મને અભિમાની ની સંજ્ઞા મળે
હા કહું તો મને સ્વમાની ની સત્તાં મળે
પણ તમારા વગર હવે જીવન માં નિરર્થકતાજ લાગે
તમે હો તોજ સોનામાં સુગંધ ભળતી હોય તેમ લાગે

કેમ કરો છો આટલો બધો પ્રેમ આ જીવ ને?
એતો તરસી જ રહ્યો હતો તમારા મિલન ને
કશુંક આડું અવળું બોલી જાય તો માફ કરજો
પ્રેમ કરવામાં પણ ચૂક થઈ જાય તો દરગુજર કર જો

તમને નીરખતા નીરખતા તો જન્મારો નીકળી જશે
હાથ માં હાથ પકડતા તો કેવો કેવો સામનો કરવો પડશે?
કરશો ના એટલો બધો પ્રેમ કે હું જીરવી ના શકું!
જે વાત મારે પ્રેમથી કેહવી છે તેને વ્યક્ત ના કરી શકું

બસ આવી ને બેસો પાસે 'હું તમોને નિહાળ્યા કરુ'
ચાંદની રાત માં તમને જોઉને ને ચંદ જોડે સરખાવ્યા કરું
શું છે એવું તમારી શીતળતા માં કે હું ભાન ભૂલું છું?
હું શું સાંભળવા માંગું છું અને શું ભૂલવા માંગું છું!

'થઈશ તમારી જીવનભર' એ શબ્દો મને બોલાવે છે
'હું પણ લુટાવીશ પ્રેમ નો અગાથ દરિયો' એમ બોલાવે છે
કહો ને પ્રેમ થી કે પછી અમસ્તું 'બધુજ મને મંજુર છે'
આતો પ્રેમ નો પાંગરેલ 'એક નાનો અંકુર છે'

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 January 2014

wselcome pramod hiwarekar a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 January 2014

Rohani Daud and Pratik Shah like this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success