ના તલવાર કે કોઈ હથિયાર Poem by Mehta Hasmukh Amathaal

ના તલવાર કે કોઈ હથિયાર

Rating: 5.0

ના તલવાર કે કોઈ હથિયાર
શુક્રવાર,2 ઓક્ટોમ્બર 2020

એક દૈવી આત્મા નું ધરતીપર આગમન
આગળ જઈને થયું એનું બહુમાન
દુનિયા માં સ્થપાયો મોટો કીર્તિમાન
બધાને થયું કે વ્યક્તિ છે પ્રભાવશાળી અને જાજરમાન।

ના તલવાર કે કોઈ હથિયાર
બધા થઇ ગયા તૈયાર
માતૃભૂમિ ને મુક્ત કરાવવી છે
માં ભોમકા ને આઝાદી અપાવવી છે।

એમને ઘણું સહન કર્યું
કારાગૃહ ને જાણે સ્વગૃહ ધાર્યુ
લોકોમાં આઝાદી નો ઝુવાળ ઉભો કર્યો
એકમત ઉભો કરી અંગ્રેજો ની સામે પડકાર ફેંક્યો।

"પોતાને વતન પરત થઇ જાઓ"
બિસ્તર પોટલા વીંટી ઘરભેગા થઇ જાઓ
આ શૂરવીર પ્રજા છે
પાછા પરત થવામાં જ મઝા છે।

બીજા વિશ્વયુધ્દ્ધ પછી સ્વતંત્રતા ની ચળવળ માંતેજી આવી
લોકો માં ચેતના નો સંદેશો લઈને આવી
હવે તો સ્વતંત્રતા થી ઓછું કૈ જ ના ખપે
ભારત ની ધરતી હવે તો આઝાદી જ ઝંખે।

આવા મહાપુરુષ નો આજે જન્મદિવસ
યાદ કરીએ એમને વરસોવરસ
શ્રદ્ધાંજલિ અર્પી ને ધન્ય થઈએ
આઝાદી ના પર્વ ને સાથે તમને યાદ કરી ને ધન્ય અનુભવીએ।

ડો. જાડિઆ હસમુખ

ના તલવાર કે કોઈ હથિયાર
Friday, October 2, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 October 2020

શ્રદ્ધાંજલિ અર્પી ને ધન્ય થઈએ આઝાદી ના પર્વ ને સાથે તમને યાદ કરી ને ધન્ય અનુભવીએ। ડો. જાડિઆ હસમુખ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success