હાયકુ -6-1 Poem by KIRTI SHAH

હાયકુ -6-1

લખાય કવિતા સ્વજને
નહી કે
વજન કાજે

સમાયું જીવન માત્ર
ત્રણ અક્ષર
કવિતાએ

જીવન જીવંત રહે
કવિતાએ
સુખી કે ગમ

માનસિક તનાવ - મનન
સેતુ બની
કવિતા

સમૃદ્ધ સમ્પતિ તેજ
સમજણ જ્યાં
કાવ્યતત્વ

ભીતરે ભર્યા મોતી
તોય જીવન
સાગર ખારું

એકેય દાણોય ન મળે
સ્વર્થીના એ
બારદાને

પીતળ રણકે
સુવર્ણપાત્રે
અવાજ ય નહી

જોઈ અરીસો થયો ખુશ
કોક તો ઓળખે
મને

આખો દી' રહ્યો મહેલે
કોક યાદ ઘડી
ખંડેરે

ભોતીક્તાના ભોક્તાના
અરમા રાખે
મોક્ષ ને છેટું

પ્રતિભા ને સમર્પણ
ત્યાં જ ટકે
પ્રેમસંબધ

ઉભરી ઓસરતો પ્રેમ
જાણે કોય
ફાસ્ટ ફૂડ

આસુ આસુ એ ફરક
સાથે કે છૂટે
બે ખબર

ભૂતકાળથી ભવિષ્યે
સરવું હૃદયે
મનન

Thursday, January 14, 2016
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success