સાસુમા નો વટ Saasumaa Poem by Mehta Hasmukh Amathaal

સાસુમા નો વટ Saasumaa

સાસુમા નો વટ

તિજોરી નો ભારે ભરખમ જુડો
સોહામણો અને ખુબ સોહતો
રાજા મહારાજાઓ ની આણ વર્તાવતો
ભૂતકાળ ની પ્રતિભાની ઝાંખી કરાવતો।

સાસુના પગ માં ચંચળતા હોય
મોંઢાપર થોડી વિહ્વળતા પણ હોય
કઈ મુકાઈ તો નથી ગયોને ભૂલ થી!
આજકાલ વિશ્વાસ જ ઉઠી ગયો છે બધા પર થી।

ચાવી નો ઝૂડો હાથ માં એટલે ઘરમાં પ્રથમ માણસ ની નિશાની
બધોજ વ્યવહાર થાય સામેજ સોળ આની
એક રૂપિયો આઘો પાછો નહિ
સાસુમા નો વટજ દેખાય અહીં।

ચાવી નો ઝૂડો હાથ માં એટલે ઘરમાં પ્રથમ માણસ ની નિશાની
બધોજ વ્યવહાર થાય સામેજ સોળ આની
એક રૂપિયો આઘો પાછો નહિ
સાસુમા નો વટજ દેખાય અહીં।

વહુના મન માં ઘણાજ શંકા ના વમળ
ઘણા જ માન્યા છે શિવને અને ચડાવ્યા છે કમળ
સાસુમા ને જરૂર માન માં રાખવા પડશે
પડેલો બધો બોલ માથે ચડાવવો પડશે

હવે તો સમો બદલાયો છે
ચાવી નો ઝૂડો ગાયબ થઇ ગયો છે
ઘર માં ઘરેણા નો પાર નથી
સાસુમા નો જરાપણ કેર નથી।

સાસુમા નો વટ Saasumaa
Sunday, May 28, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success