ક્યા સુધી યાદ રાખી શકીશું Kya Sudhi Poem by Mehta Hasmukh Amathaal

ક્યા સુધી યાદ રાખી શકીશું Kya Sudhi

ક્યા સુધી યાદ રાખી શકીશું

આજે હું ચુપજ રહીશ
મન નો ભાર મનમાં જ રાખીશ
મને ખબર નથી હું તેમને કેવી રીતે જોઈ શકીશ
પણ દિલ પર પથ્થર મુકીને વિદાય આપીશ

વલોપાત મન નો જાતેજ અનુભવ્યો છે
'મારું ઘર, મારું ઘર' એમ કહીને મોટો નિસાસો નાખતા
મારા મન ને હચમચાવી ને પૂછતા
'શૂન્ય આકાશ' તરફ જોતા અને પછી ચુપ થઇ જતા।

દરેક માતાઓને ઘડપણ નાં પ્રશ્નો હોયજ
પણ નાની વાત માં ભાવુક થઇ જાય અને કહી દે સહજ
'હશે પ્રભુ ની મરજી ' જેમ જીવાડશે તેમ જીવીશું
ખરા જીવતર ને હવે જીવી જાણીશું।

પૈસા નો વ્યય એમને પસંદ નહોતો
પણ જરૂર હોય ત્યા પાછો પણ નાં પડતો
બધાને કૈંક ને કૈક આપ્યુ જ છે
આપી ને મન ને ઘણુંજ હસતું રાખ્યું છે।

મારી મમ્મી નો એટલો સહેવાસ મને મળ્યો નથી
પણ 'સાસું માં ' એ એનો ખાલીપો થવા દીધો નથી
જ્યાં જ્યાં આશીર્વાદ આપ્યા છે ત્યાં વટવૃક્ષ થયું છે
કોઈપણ જાત ની ખોટ નું પતુજ જાણે કપાઈ ગયું છે।

એવા વહાલસોયા સાસુ માં ને અમે વિદાય આપીશું
શ્રદ્ધા અને માં નાં ફૂલ પણ અર્પણ કરીશું
એક એવી યાદ કે જેને લઈને મન વ્યથિત તો હશેજ
પણ કાળચક્ર નીઆન ને પણ માનવી તો પsશેજ।

આજ પછી એ ચેહરો કદી જોવા નહિ મળે
પેલો લડવાનો લહેકો અને પછી સમાધાન નો સુર સાંભળવા નહિ મળે
દ્દાહ આપી ને છેલ્લી પુરતી તો કરી લઈશું
પણ એમની વ્યથા ને ક્યા સુધી યાદ રાખી શકીશું?

ક્યા સુધી યાદ રાખી શકીશું Kya Sudhi
Tuesday, April 26, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Rupa Mehta · Friends with Ja Ni Ae and 4 others Beautifully portrait and she will always remain in our hearts. Unlike · Reply · 1 · 3 hrs

0 0 Reply

Hasmukh Mehta always in our heart. unforgetabble Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply

welcome jatin teli Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 April 2016

આજ પછી એ ચેહરો કદી જોવા નહિ મળે પેલો લડવાનો લહેકો અને પછી સમાધાન નો સુર સાંભળવા નહિ મળે દ્દાહ આપી ને છેલ્લી પુરતી તો કરી લઈશું પણ એમની વ્યથા ને ક્યા સુધી યાદ રાખી શકીશું?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success