ખબર અંતર તો પુછીયે Khabar Poem by Mehta Hasmukh Amathaal

ખબર અંતર તો પુછીયે Khabar

ખબર અંતર તો પુછીયે

હું ભણવા માં ઠોઠ
જ્ઞાન નો રસ જ ના પહોંચે હોઠ
પણ આગળ વધવાની હોડ
મન માં શ્રદ્ધા કે ક્યારેક તો પડશે એનો ફોડ।


હું પણ આગળ વધીશ
લોકો સમક્ષ જરૂર થી મુકીશ
ભલે વધુ પડતી આકાંક્ષા નથી
પણ હું ઓછો મહત્વાંકાંક્ષી પણ નથી।

જીવન જીવવાનો રસ છે જ
એક એક પળ અગત્ય ની છે જ
ભલે હું કૈજ ના આપી શકતો હોઉં જગ ને
પણ હું જાણું ને એની રગ રગ ને

કેટલા કેટલા મનોરથ
પણ છું હું સમરથ?
ના, તો પછી કેમ હાંકુ છું આ રથ!
એતો પ્રભુ જ કહે છે 'તું આગળ વધ'

હું સમજુ છું
પણ સાથે સાથે અસમજુ પણ છું
ઘણી વસ્તુ નાસમજ ને લીધે માથે થી ચાલી જાય છે
પણ સામે ચાલી બોધ પણ આપી જાય છે।

આવા જગત થી રીસામણા!
ના કદી નહિ, અને હું કરું છું મના
બધાજ તો છે આપણા
પછી શાની છે માથાકૂટ આ ફલાણા ને આ ઢીંકણા।

રાખવો છે મારે સાથ
રહેવું પણ છે સંગાથ
આપણે રહીયે કે ના રહિયે
પણ કોઈ ના ખબર અંતર તો પુછીયે।

ખબર અંતર તો પુછીયે Khabar
Sunday, March 26, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 March 2017

welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 March 2017

welcome arvand bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 March 2017

welcome arviand bhandari Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 March 2017

રાખવો છે મારે સાથ રહેવું પણ છે સંગાથ આપણે રહીયે કે ના રહિયે પણ કોઈ ના ખબર અંતર તો પુછીયે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success